ફિલ્મ 'ડોન'ના દિગ્દર્શક ચંદ્રા બારોટનું નિધન
મુંબઈ, નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). અમિતાભ બચ્ચનની આઇકોનિક ફિલ્મ ''ડોન''ના દિગ્દર્શક ચંદ્રા બારોટનું રવિવારે સવારે 86 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા સાત વર્ષથી પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં
ફિલ્મ 'ડોન'ના દિગ્દર્શક ચંદ્રા બારોટ


મુંબઈ, નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.). અમિતાભ બચ્ચનની આઇકોનિક ફિલ્મ 'ડોન'ના દિગ્દર્શક ચંદ્રા બારોટનું રવિવારે સવારે 86 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા સાત વર્ષથી પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફિલ્મ હસ્તીઓ અને ચાહકોએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું છે. તેમના મૃત્યુની પુષ્ટિ તેમના પત્ની દ્વારા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પ્રખ્યાત દિગ્દર્શક ચંદ્રા બારોટ મુંબઈના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અગાઉ તેમને જસલોક હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા 6-7 વર્ષથી ફેફસાની ગંભીર સમસ્યાઓથી પીડાતા હતા. વધતી ઉંમર સાથે શારીરિક સમસ્યાઓએ તેમને ખૂબ નબળા બનાવી દીધા હતા. રવિવારે સવારે તેમનું અવસાન થયું.

બારોટના નિધનના સમાચારથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ફરહાન અખ્તરે બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર ચંદ્ર બારોટની તસવીર શેર કરતા તેમણે લખ્યું, એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે 'ડોન'ના મૂળ દિગ્દર્શક હવે આપણી વચ્ચે નથી. તેમના આત્માને શાંતિ મળે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ચંદ્રા બારોટનું વિદાય હિન્દી સિનેમા માટે એક મોટું નુકસાન છે.

ઉલ્લેખનીય છે કે, 'ડોન' જેવી કાલાતીત ફિલ્મ આપનારા ચંદ્રા બારોટે પોતાની કારકિર્દીમાં ઘણી યાદગાર ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ યોગદાન આપ્યું હતું. તેમણે મનોજ કુમારની ફિલ્મ 'પૂરબ ઔર પશ્ચિમ' તેમજ 'યાદગાર' અને 'રોટી કપડા ઔર મકાન' જેવી સામાજિક ફિલ્મોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ ઉપરાંત ચંદ્રા બારોટે, બંગાળી સિનેમામાં દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો હતો, પરંતુ જ્યારે પણ તેમને તેમના કારકિર્દીની ઓળખ વિશે પૂછવામાં આવતું ત્યારે તેઓ ખૂબ ગર્વથી કહેતા હતા, લોકો મને હંમેશા 'ડોન' માટે યાદ રાખશે. તેમનો આ વિશ્વાસ હવે વાસ્તવિકતા બની ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande