ભારત અને પાકિસ્તાન વચ્ચેની, વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ મેચ રદ
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ડબ્લ્યુસીએલ) મેચ રદ કરવામાં આવી છે. ઘણા ભારતીય ખેલાડીઓએ મેચમાંથી ખસી ગયા બાદ આયોજકોએ આ નિર્ણય લીધો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિ
પૂબો


નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે યોજાનારી

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ડબ્લ્યુસીએલ) મેચ રદ કરવામાં આવી છે. ઘણા ભારતીય ખેલાડીઓએ મેચમાંથી ખસી

ગયા બાદ આયોજકોએ આ નિર્ણય લીધો છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સના આયોજકોએ એક સત્તાવાર

નિવેદન જારી કરીને જણાવ્યું છે કે,” રવિવારે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની

મેચ રદ કરવામાં આવી છે. ડબ્લ્યુસીએલએ, ભારતીય ખેલાડીઓ અને ચાહકોની લાગણીઓને અજાણતાં ઠેસ

પહોંચાડવા બદલ માફી માંગી છે.”

ભારતીય ખેલાડીઓએ, પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કર્યો

હતો, જેના પછી ડબ્લ્યુસીએલને

આ પગલું ભરવું પડ્યું. ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહની કેપ્ટનશીપ હેઠળ,

ઇન્ડિયા ચેમ્પિયન્સની આગામી મેચ 22 જુલાઈએ દક્ષિણ આફ્રિકા સાથે થશે.

રવિવારે પાકિસ્તાન સામેની મેચ આ ટુર્નામેન્ટમાં ભારતની

પહેલી મેચ હતી. ભારતીય ટીમમાં હરભજન સિંહ, શિખર ધવન, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા અને અંબાતી રાયડુ જેવા ભારતના ઘણા ભૂતપૂર્વ

સ્ટાર ખેલાડીઓ છે. આમાંના મોટાભાગના ભારતીય ખેલાડીઓએ, પાકિસ્તાન સાથે મેચ રમવાનો

ઇનકાર કરતા પોતાના નામ પાછા ખેંચી લીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande