સરધારના ગ્રામ્ય વિસ્તારોમાં ડેંગ્યુ વિરોધી માસ ઉજવણી કરાઈ
રાજકોટ 22 જુલાઈ (હિ.સ.) : રાજકોટ તાલુકાના સણોસરા અને સરધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ડેંગ્યુ વિરોધી માસ ઉજવણી અંતર્ગત સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. મોનસૂન દરમિયાન ડેંગ્યુ જેવી રોગચાળાની સંભાવનાઓ વધતી હોવાથી આ
સરધારના ગ્રામ્ય વિસ્તારોમાં  ડેંગ્યુ વિરોધી માસ ઉજવણી કરાઈ


રાજકોટ 22 જુલાઈ (હિ.સ.) : રાજકોટ તાલુકાના સણોસરા અને સરધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ડેંગ્યુ વિરોધી માસ ઉજવણી અંતર્ગત સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. મોનસૂન દરમિયાન ડેંગ્યુ જેવી રોગચાળાની સંભાવનાઓ વધતી હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા લોકજાગૃતિ સાથે પ્રતિકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ કામગીરીના ભાગરૂપે એન્ટી લાર્વા એક્ટિવિટીઝ અમલમાં મુકાઈ છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં સ્થળ પર પહોંચી પાણી ભરાયેલા માધ્યમોમાં લાર્વા શોધીને તેનું નાશક દવાઓથી નિવારણ કરવામાં આવ્યું છે. સઘન સર્વે હાથ ધરાતા ગ્રામજનોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ઘરો અને આસપાસ પાણી એકઠું ન રહે તે માટે કેવી રીતે તકેદારી રાખવી.

આ સાથે પેરા-ડોમેસ્ટિક એક્ટિવિટીઓ અંતર્ગત ઘરના અંદર તથા આસપાસ પાણી ભરાતા સાધનો કે સ્થળો જેમ કે કૂલર, કન્ટેનર, ટાયર, ફૂલોના વાસણ વગેરેમાંથી ડેંગ્યુ ફેલાવનારા મચ્છરોની અટકાવવા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

ડેંગ્યુના રોગલક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને તરત સારવાર માટે લોકોમાં જાગૃતિ વધે તે માટે IEC (Information, Education & Communication) અને SBC (Social & Behaviour Change Communication) ના વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. પોસ્ટર, પંપલેટ વિતરણ, માઈકિંગ અને ઘરોમાં જઈને નગરજનોએ જરૂરી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર અભિયાનમાં સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને સ્વયંસેવકોએ સહભાગી બની લોકોમાં આરોગ્ય માટેની જાગૃતિ ફેલાવવાની કામગીરી કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande