મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) : માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં હજારો ખેડૂતોની જમીનમાંથી પસાર થતા તેલ અને ગેસના પાઈપલાઇનના કારણે ખેડૂતોને વર્ષે માત્ર એક જ વખત રૂ. આપવામાં આવે છે. પરંતુ ઘણા વર્ષોથી આવી જમીનનો ઉપયોગ કરતી કંપનીઓ ખેડૂતોને એક રૂપિયો પણ આપતી નથી.આ મુદ્દે ખેડૂતોને વાર્ષિક ભાડું ચૂકવવા માટેની માંગ સોમવારે સંસદમાં મહેસાણાના લોકસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવામાં આવી હતી.
સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું કે, જો ખેડૂતોની જમીનમાં તેલનો ખોદકામ થાય છે તો તેમને વાર્ષિક ઓઈલ રોયલ્ટી ચુકવવામાં આવે છે. તેવી જ રીતે તેલ અથવા ગેસની પાઈપલાઇન પસાર થાય છે ત્યારે પણ પાઈપલાઇન જમીનના ઉપયોગ માટે ખેડૂતોને વાર્ષિક ભાડું ચૂકવવામાં આવવું જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે તેલ કે ગેસ કંપનીઓ ઘણા વર્ષોથી ખેડૂતોની જમીનનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે જમીનમાં ખેતીલાયકતામાં ઘટાડો થઈ રહ્યો છે. આવી જમીનમાં જમીનમાલિકોને નુક્સાન થઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં તેમને યોગ્ય વળતર મળવું જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR