પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં માનવજીંદગી જોખમાય તે રીતે કોઈપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના સ્ટાફને બાતમી મળી હતી કે, ભડ ગામે અરજન પટેલ ફળીયામાં હરદાસભાઈના મકાનમાં હિતેષ ભાયાભાઈ ગોરડ, ઉ.વ.38 નો કોઈપણ જાતની લાયકાત વગર ડોક્ટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી દવાઓ આપે છે. આ બાતમીને આધારે પોલીસે સ્થળ પર ચકાસણી કરતા તેના કબ્જામાંથી અલગ-અલગ જાતની કેપ્સૂલ તથા ઈજેક્શનો વગેરે દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો, રોકડા રૂપીયા મળી કુલ કિંમત રૂપીયા 1,29,818/- ના મુદામાલ મળી આવતા નવીબંદર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં ઈન્સપેક્ટર પોલીસ વાય.જી.માથકીયા, પી. ડી. જાદવ, એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાકી, રવિન્દ્રભાઈ ચાંઉં, પો.હેડ.કોન્સ. ભરતસિંહ ગોહિલ, ભીમાભાઈ ઓડેદરા, હરદાસભાઈ ગરચર, મોહિતભાઈ ગોરાણીયા, ગીરીશભાઈ વાજા, ચંદ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. દિલીપ મોઢવાડીયા રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya