ખેડૂતે જંગલી જાનવરોના ત્રાસથી પાક બચાવવા તારમાં ખેતરની ફરતે શોક મૂક્યો હતો
યુવાન અને યુવતીના મૃત્યુ થતા સમાજ અને અગ્રણીઓએ સમાધાનથી પતાવટ કરી દીધી હતી
વાલિયા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીએમ કરાવી અકસ્માત મોત ગુનો નોંધ્યો
ભરૂચ 5 ઓગસ્ટ (હિ.સ.)
વાલિયા તાલુકાના ગુંદીયા ગામની સીમમાં ખેડૂતે જંગલી જાનવરના ત્રાસથી મુકેલ કરંટ વાળા તારને અડી જતા મહિલા અને યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.બનાવને લઈ ખળભળાટ મચી ગયો હતો .
ગુંદિયા ગામની સીમમાં આવેલ રામસિંગ વિરિયાભાઈ વસાવાએ તેના શેરડી વાળા ખેતરમાં, જંગલી પ્રાણીઓ પાક બગાડ નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો.તે અરસામાં ગત તારીખ 3 ઓગસ્ટથી 12:30 કલાકથી 4 થી ઓગસ્ટ સવારે 8 કલાક દરમિયાન ગુંદિયા ગામના અને દિયર ભાભીને પ્રેમસંબંધ હોવાથી સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા મળવા ગયેલા તેવામાં ભૂલથી આ વીજ કરંટ વાળા તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.ત્યારબાદ બન્નેના પરિવાર જનોએ પતાવટ કરી નાખવાની તૈયારી કરી નાખી હતી.ત્યારે બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતા ઘટના સ્થળ પર દોડી આવી બંને મૃતદેહોના પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતો હતો .
યુવાન અને યુવતી બંને દિયર ભાભી જ હતા અને પરિવારના જ છે. બંને પરણિત છે .પ્રેમસંબંધ હોવાથી રાત્રિના સમયે બંને ખેતરમાં મળવા જતા કરંટ મુકેલ હોવાથી તેમાં શોક લાગતા મૃત્યુ પામ્યા હતા. બંનેના પરિવારજનો એ સમાધાન કરી અંદરો અંદર પતાવટ કરી નાખેલ પરંતુ પોલીસને વાયા વાયા જાણ થતા કાયદેસર પીએમ કરાવી અકસ્માત મોત ગુનો દાખલ કર્યો છે. તેની તપાસ ચાલુ છે. પોલીસ માટે પણ આ રીતે ખેડૂતો શોક મુકતા ગુનેગારોની તપાસ કરવી અઘરી પડી ગઈ છે. એમ બી તોમર પીઆઇ વાલિયા
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ