બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને, બેઠક યોજવામાં આવી
બોટાદ, 5 ઓગસ્ટ (હિ.સ.) હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન માટે બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી બોટાદ જિલ્લાના કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાનના સુચારૂ આયોજન
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી


બોટાદ, 5 ઓગસ્ટ (હિ.સ.) હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન માટે બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી

બોટાદ જિલ્લાના કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાનના સુચારૂ આયોજન અંગે અગત્યની બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લા સ્તરના તમામ વિભાગોના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકા મુખ્ય અધિકારીઓ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સમાજસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસના અવસરે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જિલ્લા ભરના દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવશે, જેના માટે જનજાગૃતિ કાર્યક્રમો, શાળા-કોલેજોમાં પ્રેરણા પ્રવચનો, તેમજ વિવિધ રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે “હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત ગામ-ગામ અને શહેરોમાં સ્વચ્છતા ડ્રાઇવ હાથ ધરાશે, જાહેર સ્થળો, બજાર વિસ્તાર તથા શાળાઓમાં ખાસ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે.

તેમણે તમામ વિભાગોને સક્રિય સહભાગીતા સુનિશ્ચિત કરવા તેમજ ગ્રામ્ય અને શહેરી સ્તરે લોકો સુધી આ અભિયાનનો સંદેશ પહોંચાડવા સૂચના આપી. જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને તિરંગાની વિતરણ વ્યવસ્થા, બેનરો-પોસ્ટરો દ્વારા પ્રચાર, તેમજ સોશિયલ મીડિયા મારફતે જનજાગૃતિ વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આ બંને અભિયાન માત્ર કાર્યક્રમ પૂરતા ન રહી, પરંતુ લોકોના દૈનિક જીવનમાં દેશપ્રેમ અને સ્વચ્છતા પ્રત્યેની આદત વિકસે તેવા પ્રયાસ કરવાના છે. તેમણે તમામ અધિકારીઓ અને સ્વયંસેવકોને એકજ ટીમ તરીકે કાર્ય કરવા તથા અભિયાનને સફળ બનાવવા અપીલ કરી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારી તેમજ અન્ય વિભાગોના વડાઓએ પણ પોતાના વિચારો રજૂ કરી અભિયાન માટેનો કાર્યયોજનો નક્કી કરવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande