જામનગર તાલુકાના પસાયા ગામે ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા
જામનગર, 5 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર તાલુકાના પસાયા ગામમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હ
પસાયા ગામ


જામનગર, 5 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર તાલુકાના પસાયા ગામમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પસાયા ગામના અગ્રણી ધનુભા જાડેજા અને તેમના પરિવાર દ્વારા આયોજિત ​આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, પૂર્વ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, અને સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ તરીકે ડો.હાર્દિકભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, યાર્ડના ડિરેક્ટરો, આસપાસના ગામના સરપંચો, આગેવાનો, રાજપૂત યુવા સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનોએ હાજરી આપી હતી. ​આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના રાજેશ્વરી ટ્રેડિંગના મહિપતસિંહ દિલુભા જાડેજા અને ગુલાબસિંહ ભગવાનજી જાડેજા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું બળદગાડાની પ્રતિકૃતિ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande