બગસરા: 108ની ટીમે ઇમાનદારીનો પરિચય આપતા ઘાયલને કીમતી સામાન અને રૂપિયા પરત કર્યા
5 ઓગસ્ટ (હિ.સ.)બગસરા: 108ની ટીમે ઇમાનદારીનો પરિચય આપતા ઘાયલને કીમતી સામાન અને રૂપિયા પરત કર્યા બગસરા તાલુકાના માણેકવાડા નજીક આજે સવારે બાઈક સ્લીપ થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહો
બગસરા: 108ની ટીમે ઇમાનદારીનો પરિચય આપતા ઘાયલને કીમતી સામાન અને રૂપિયા પરત કર્યા


5 ઓગસ્ટ (હિ.સ.)બગસરા: 108ની ટીમે ઇમાનદારીનો પરિચય આપતા ઘાયલને કીમતી સામાન અને રૂપિયા પરત કર્યા

બગસરા તાલુકાના માણેકવાડા નજીક આજે સવારે બાઈક સ્લીપ થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ઘટનાના સમયે ઘાયલ વ્યક્તિ પાસે રહીેલી થેલીમાં રહેલા કિંમતી દસ્તાવેજો, મોબાઇલ અને રોકડા રૂપિયા અંદાજે રૂ. 70 થી 80 હજાર જેટલી રકમ 108ની ટીમ દ્વારા જવાબદારીપૂર્વક સાચવી રાખવામાં આવી હતી. સારવાર બાદ તમામ કિંમતી સામાન અને રોકડ રકમ ઈમાનદારી પૂર્વક ઘાયલ વ્યક્તિને પરત કરવામાં આવી હતી.

108ની ટીમના આવા ઉદાહરણજનક અને ઈમાનદારીભર્યા વર્તન માટે સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande