ઠેકેદારીના હિસાબ મુદ્દે જાતિ આધારિત અપશબ્દો  અને મારામારી, રાધનપુરમાં ત્રણ સામે એટ્રોસીટીનો ગુનો
પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુરમાં ઠેકેદારીના હિસાબના વિવાદને લઈ એક વ્યક્તિને જાતિ આધારિત અપશબ્દો બોલી માર મારી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી ઈશ્વરભાઈ ભોજાભાઈ તુરી-બારોટે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે
ઠેકેદારીના હિસાબ મુદ્દે જાતિ આધારિત અપશબ્દો  અને મારામારી, રાધનપુરમાં ત્રણ સામે એટ્રોસીટીનો ગુનો


પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુરમાં ઠેકેદારીના હિસાબના વિવાદને લઈ એક વ્યક્તિને જાતિ આધારિત અપશબ્દો બોલી માર મારી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી ઈશ્વરભાઈ ભોજાભાઈ તુરી-બારોટે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે BNS કલમો તેમજ એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ફરિયાદી પશુપાલનનો વ્યવસાય કરે છે અને અગાઉ આરોપી શંકરભાઈ ખેતાભાઈ ચૌધરી, વર્ષાબેન શંકરભાઈ ચૌધરી અને રજનીભાઈ વીરાભાઈ ચૌધરી સાથે સરકારી આંગણવાડીઓ તથા શાળાઓના બાંધકામના કામમાં કોન્ટ્રાક્ટર તરીકે જોડાયેલા હતા. ફરિયાદીનો દાવો છે કે તેમને આ કામમાં ₹18,00,000 મળવાના બાકી છે. આ રકમ માટે તેમણે નોટિસ પણ પાઠવી હતી, છતાં પૈસા આપવામાં નહીં આવતા વિવાદ ઊભો થયો હતો.

આ વિવાદના કારણે, રાધનપુર-ભાભર હાઈવે પર પ્રજાપતિ છાત્રાલય નજીક ગઈકાલે આરોપીઓએ ફરીયાદીને રોકી ઝઘડો કર્યો. તેઓએ જાતિ આધારિત અપમાનજનક ગાળીઓ આપી, શારીરિક માર મારી અને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાથી પોલીસમાં ચકચાર ફેલાઈ હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 115(2), 351(3), 296(જી), 54 તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર)(એસ) અને 3(2)(5-એ) મુજબ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દંડનીય બનાવની તપાસ આગળ વધારી રહી છે અને આરોપીઓ સામે કાયદેસર પગલાં લેવાશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande