માધવપુર પોલીસ દ્વારા, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર પોલીસ હંમેશા લોકોની સુરક્ષા માટે તૈનાત છે ત્યારે માધવપુર પોલીસ મથકમાં અરજદારો દ્વારા ખોવાયેલા મોબાઈલની અરજી બાબતે પોલીસ દ્વારા મોબાઈલ પરત મેળવી 6 જેટલા અરજદારોને 83,476/ કિંમતના તેમના મોબાઈલ હ્યુમન રિસોર્સ, ટેક્નિકલ રિ
માધવપુર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર પોલીસ હંમેશા લોકોની સુરક્ષા માટે તૈનાત છે ત્યારે માધવપુર પોલીસ મથકમાં અરજદારો દ્વારા ખોવાયેલા મોબાઈલની અરજી બાબતે પોલીસ દ્વારા મોબાઈલ પરત મેળવી 6 જેટલા અરજદારોને 83,476/ કિંમતના તેમના મોબાઈલ હ્યુમન રિસોર્સ, ટેક્નિકલ રિસોર્સ અને CEIR પોર્ટલ દ્વારા ટ્રેકિંગમાં મૂકી રિકવરી કરી 'તેરા તુજે અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં માધવપુર પોલીસ મથકના પી.આઈ. કે.એન.ઠાકરીયા, પી.એસ. આઈ. આર.જી. ચુડાસમા, હેડ કોન્સ. અનિલભાઈ વિરમભાઈ, અશોકભાઈ માલદેભાઈ, ચંદ્રેશભાઈ હાજાભાઈ, કોન્સ. નિલેશભાઈ માનસિંહભાઈ, ધર્મેશભાઈ વાળા, રાહુલ રામજીભાઈ સહિતના સ્ટાફ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande