અંજીરની નવી રાહ: ઘુમાસણના ખેડૂતનો સફળ પ્રયોગ
મહેસાણા, 5 ઓગસ્ટ (હિ.સ.) : કડી તાલુકાના ઘુમાસણ ગામના ૬૯ વર્ષીય ખેડૂત વરસંગજી ઠાકોરે પરંપરાગત ખેતીમાંથી આગળ વધી અંજીરનો અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. સૂકા પ્રદેશમાં થતો અંજીર પાક તેમણે મહેસાણાની જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિથી સફળતાપૂર્વક ઉગાડ્યો છે. તેમણે બ
અંજીરની નવી રાહ: ઘુમાસણના ખેડૂતનો સફળ પ્રયોગ


અંજીરની નવી રાહ: ઘુમાસણના ખેડૂતનો સફળ પ્રયોગ


અંજીરની નવી રાહ: ઘુમાસણના ખેડૂતનો સફળ પ્રયોગ


મહેસાણા, 5 ઓગસ્ટ (હિ.સ.) : કડી તાલુકાના ઘુમાસણ ગામના ૬૯ વર્ષીય ખેડૂત વરસંગજી ઠાકોરે પરંપરાગત ખેતીમાંથી આગળ વધી અંજીરનો અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. સૂકા પ્રદેશમાં થતો અંજીર પાક તેમણે મહેસાણાની જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિથી સફળતાપૂર્વક ઉગાડ્યો છે. તેમણે બે વિઘામાં ૩૭૦ રોપા વાવ્યા છે અને હવે ફળ મળવાનું શરૂ થયું છે.

પ્રાકૃતિક ખેતી કરનાર વર્સંગજીભાઈએ દરેક છોડ રૂ. ૮૦ના દરે ખરીદ્યો હતો અને તમામ ખેતીમાં અંદાજે રૂ. ૪૦ હજારનો ખર્ચ કર્યો છે. લીલા અંજીરનો ભાવ રૂ. ૨૦૦ પ્રતિ કિલો અને ડ્રાય અંજીરનો ભાવ રૂ. ૧૫૦૦ પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે, જેથી આ પાક ખેડૂતને મોટી આવક આપી શકે છે. આંતર પાક તરીકે હળદર અને આદુ પણ વાવ્યા છે જેથી જમીન ખાલી ન રહે.

એરલેયરિંગ પદ્ધતિથી તેમણે નવા રોપા બનાવવાનો પણ પ્રયાસ કર્યો છે અને તેમાં ૫૦% જેટલી સફળતા મળી છે. નંદાસણના ગ્રામસેવક ચિરાગભાઈ મૌર્ય જણાવે છે કે ધરતી સાથે પ્રેમ અને નવીનતા માટે તૈયાર રહેવું ખેડૂતની સૌથી મોટી શક્તિ છે, અને વૃદ્ધ ખેડૂત વરસંગજી તેનું જીવંત ઉદાહરણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande