પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કેમ્પસમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, બંને દિવસ દરમિયાન ઉજવાયો. HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન અને ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ભંડોળ એકત્ર કરીને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિર નિર્માણનો મુખ્ય હેતુ તબીબી અભ્યાસ સાથે સાથે વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ભાવના જગાવવાનો છે.
આજે નિર્માણાધીન મંદિર ખાતે જનોઈધરી શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર મહોત્સવનું આયોજન ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જ થયું હતું. આ પ્રસંગે અનેક સંતો, મહંતશ્રીઓ અને મહેમાનોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ શાંતિમય અને પાવન બની ઉઠ્યું હતું.
આ કાર્યક્રમનું સફળ સંચાલન HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન–GMERS પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ કોલેજ, નર્સિંગ સ્ટાફ, વહીવટી વિભાગ અને સિક્યોરિટી સ્ટાફે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો, જેના લીધે મહોત્સવ શ્રદ્ધાપૂર્વક અને ભવ્ય રીતે સંપન્ન થયો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર