પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત SGFI શાળાકીય સ્કેટિંગ સ્પર્ધામાં, પાટણ જીમખાના ખાતે યોજાયેલી અંડર-11 વર્ગની સ્પર્ધામાં કબીર જયદત્ત કંસારાએ 500 મીટર અને 1000 મીટર (કોર્ડ)માં તૃતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે અંડર-14 વર્ગમાં મિસરી કંસારાએ પણ આ બંને ઇવેન્ટમાં તૃતીય સ્થાન મેળવી વિજેતા બની હતી.
અંડર-19 વર્ગમાં લોર્ડ કૃષ્ણા સ્કૂલે તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. અંડર-14 ગર્લ્સ કબડ્ડી ટીમે પણ તાલુકા લેવલે ચેમ્પિયન બની શાળાનું નામ રોશન કર્યું. આ ઉપરાંત, 69મી અખિલ ભારતીય તાલુકા કક્ષાની શાળાકીય ટેકવોન્ડો સ્પર્ધામાં બારોટ દક્ષ દિપકભાઈ અને શ્રીમાળી પરીએ બીજું સ્થાન મેળવ્યું હતું. કુલ મળીને શાળાના 6 ખેલાડીઓ જિલ્લાકક્ષાએ પસંદગી પામ્યા છે.
આ તમામ સફળતા માટે શાળાના વ્યાયામ શિક્ષકો નટવરભાઈ ઠાકોર, જીતેન્દ્રભાઈ ચૌધરી અને સચિનભાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતસર, પ્રમુખ દિનાબેન, પ્રિન્સિપાલ કિશોરભાઈ રામી અને પ્રિયંકાબેન દેસાઈએ તમામ વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર