પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં યોજાનાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં આયોજિત ચેસ ઓપન પોરબંદર ટુર્નામેન્ટમાં અલગ અલગ કેટેગરી છ માં ભાગ લિધેલ 210 સ્પર્ધકો માંથી વિજેતા જાહેર થયેલા 36 સ્પર્ધકોને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા હતા.
પોરબંદરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રની સાથે સંકલનમાં રહી સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન અને રમતો તેમજ દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં રોટરી ક્લબ દ્વારા ચેસ ઓપન પોરબંદર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અનિલરાજ સિંઘવીના માર્ગદર્શન હેઠળ શહેરમાં આવેલ તન્ના હોલ ખાતે રવિવારના દિવસે ચેસ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ વય જૂથ મુજબ છ કેટેગરીમાં આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 210 સ્પર્ધકો જોડાયા હતા, અને વિજેતા બનેલ સ્પર્ધક 36 જેટલા સ્પર્ધકોને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે રેડક્રોસ સોસાયટીના ચેરમેન લાખણશીભાઈ ગોરાણીયા, જયેશભાઈ પતાણી, ડો. નિશા માખેચા, હર્ષિત રૂઘાણી, ધવલ પરમાર, દીપેન બારાઈ, કમલ માખેચા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya