વડોદરા, 5 ઓગસ્ટ (હિ.સ.)-શ્રાવણ માસમાં ધાર્મિક મુલ્યો અને શિસ્તના માહોલ વચ્ચે પણ કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તત્પર હોવાનું ફરી સાબિત થયું છે.
છાણી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે, પદમલા ગામથી નાથા તલાવડી તરફ જતી, એક મકાનની પાછળ જુગાર રમાતા હોવાની જાણ થઇ હતી. પોલીસે સ્થળ ઉપર તાત્કાલિક દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા ત્રણ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા વ્યક્તિઓમાં અશોક ગોવિંદભાઇ માળી (રહે. જલારામ સોસાયટી સામે, પદમલા), વિષ્ણુ જયંતિભાઇ જાદવ (રહે. મહાકાળી મંદિર પાસે, પદમલા) અને કિરીટ રવજીભાઇ ચુનારા (રહે. જલારામ મંદિર સામે, પદમલા)નો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા 11,890 કબજે કરી હતી. ત્રણેય આરોપીઓ સામે જુગાર વિરોધી કાયદા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે