દેહરાદૂન, નવી દિલ્હી, ૦5 ઓગસ્ટ (હિ.સ.)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના, હર્ષિલ વિસ્તારના
ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મુખ્યમંત્રી
પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ઘટના વિશે, પૂછપરછ કરી. આ દરમિયાન, મુખ્યમંત્રી ધામી
પોતાનો ત્રિપુરા પ્રવાસ મુલતવી રાખીને તાત્કાલિક દેહરાદૂન જવા રવાના થયા છે.
ધરાલી ગામમાં કુદરતી આપત્તિની ઘટનાની માહિતી મળતાં, કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત
કરી અને સંપૂર્ણ માહિતી લીધી અને રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી શક્ય તમામ સહાયની
ખાતરી આપી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગૃહમંત્રીએ એનડીઆરએફ અને અન્ય રાહત
એજન્સીઓને તાત્કાલિક કામ કરવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ આ આફતની ઘડીમાં
અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
ઘટનાની માહિતી મળ્યા બાદ, મુખ્યમંત્રી ધામીએ તેમનો ત્રિપુરા પ્રવાસ રદ
કર્યો છે. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે,” કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત
રાજ્ય સરકારના સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં
તાત્કાલિક અને જરૂરી સહાય સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.”
હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ