પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાતના મુસ્લિમ સમાજ માટે ગૌરવવંતુ ‘ફૈઝે મુહમદી એવોર્ડ 2025' વી. જે. મદ્રેસા ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ પોરબંદરને સૌરાષ્ટ્ર-કચ્છની લઘુમતી શાળામાંથી જે શાળા 100% પરિણામ પ્રાપ્ત કરી શ્રેષ્ઠ સિધ્ધિ હાંસલ કરી હોય તેઓને 'ફૈઝે મુહમદી એવોર્ડ' આપવામાં આવ્યો હતો. પોરબંદરની વી.જે.મદ્રેસા હાયર સેકન્ડરી સ્કૂલે માર્ચ 2025 માં 100% પરિણામ પ્રાપ્ત કર્યું હતું. શાળાના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ફૈઝે મુહમ્મદી એવોર્ડ-2025 અર્પણ કરીને ઓન. સેક્રેટરી ફારુકભાઈ સુર્યા ને સાવરકુંડલા ખાતે જને ઉર્ષે કાદરીયા” માં સન્માનિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya