ચેન્નઈ ખાતે યોજાનાર ક્રિકેટ મેચમાં પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી ની પસંદગી.
પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)તમિલનાડુના ચેન્નઈ ખાતે ઇન્ડિયા A-B અને ઈન્ડિયા C એમ ત્રણ ટીમો આમને સામને આવનારી 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ દરમિયાન ટકરાશે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી ની પસંદગી ઇન્ડિયા B માં થયેલ છે. તો આપણા પોરબ
ચેન્નઈ ખાતે યોજાનાર ક્રિકેટ મેચમાં પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી ની પસંદગી.


ચેન્નઈ ખાતે યોજાનાર ક્રિકેટ મેચમાં પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી ની પસંદગી.


પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)તમિલનાડુના ચેન્નઈ ખાતે ઇન્ડિયા A-B અને ઈન્ડિયા C એમ ત્રણ ટીમો આમને સામને આવનારી 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ દરમિયાન ટકરાશે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી ની પસંદગી ઇન્ડિયા B માં થયેલ છે. તો આપણા પોરબંદર તેમજ ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય. ભીમા ખૂંટીએ પોતાની અટુટ મહેનતથી છેલ્લા એક દાયકાથી વ્હીલચેર ક્રિકેટ પર પોતાનો દબદબો કાયમી જાળવી રાખ્યો છે. ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ રેકોર્ડ પણ ભીમા ખૂંટીએ પોતાના નામે કરેલ છે. અને ઘણા બધા દેશોમાં પણ ભીમા ખૂંટીને ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમ તરફથી રમવાનો મોકો મળ્યો છે જેમાં નેપાળ મલેશિયા બાંગ્લાદેશ અને દુબઈ જેવા દેશ સામેલ છે. અને લગભગ 50 જેટલી નેશનલ ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. અને છેલ્લા 9 વર્ષથી ગુજરાતની વિલચેલ ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકેની જવાબદારી પણ નિભાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande