બોટાદ જિલ્લા પંચાયત ખાતે નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ
બોટાદ, 5 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લા પંચાયત ખાતે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આજે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના મહિલા અધિકારીઓ, મહિલા સભ્યો, આગેવાનો તથા સમાજસેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા ને
બોટાદ જિલ્લા પંચાયત ખાતે નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ


બોટાદ, 5 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લા પંચાયત ખાતે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આજે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના મહિલા અધિકારીઓ, મહિલા સભ્યો, આગેવાનો તથા સમાજસેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા નેતૃત્વ દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને સશક્ત બનાવવાનો, તેમના નેતૃત્વ કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો તથા સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે મહિલાઓની ભૂમિકા અંગે જનજાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી, ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા સ્વાગત ભાષણ અપાયું. તેમણે મહિલાઓના રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે વધતા યોગદાનની પ્રશંસા કરી. વિવિધ વિભાગોમાં સફળતા હાંસલ કરનારી મહિલાઓને સન્માનિત કરવામાં આવી. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ અને સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત મહિલાઓએ પોતાના અનુભવો અને સંઘર્ષની કહાનીઓ શેર કરી, જેને સાંભળીને ઉપસ્થિત સૌમાં પ્રેરણા જાગી.

આ અવસર પર મહિલા સશક્તિકરણ સંબંધિત યોજનાઓ જેવી કે મહિલા સ્વરોજગાર યોજના, 181 મહિલા હેલ્પલાઇન, બેટી બચાવો-બેટી વાંચાવો અભિયાન તથા કૌશલ્ય વિકાસ કાર્યક્રમોની વિગતવાર માહિતી પણ આપવામાં આવી. કાર્યક્રમમાં હાજર યુવતીઓ અને મહિલાઓને આત્મવિશ્વાસથી આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી તથા નેતૃત્વ માટે જરૂરી ગુણો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓનું નેતૃત્વ અત્યંત આવશ્યક છે અને આવાં કાર્યક્રમો દ્વારા નવી પેઢીને માર્ગદર્શન મળે છે. કાર્યક્રમનો સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યો. મહિલા નેતૃત્વ દિવસની આ ઉજવણી બોટાદ જિલ્લામાં મહિલાઓના ઉત્કર્ષ તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande