નારી વંદન ઉત્સવ અંતર્ગત ભાવનગરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઇ
ભાવનગર, 5 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદન ઉત્સવ અંતર્ગત ભાવનગરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે શ્રી ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સિહોર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને
નારી વંદન ઉત્સવ અંતર્ગત ભાવનગરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઇ


ભાવનગર, 5 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદન ઉત્સવ અંતર્ગત ભાવનગરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે શ્રી ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સિહોર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તેમજ જિલ્લા રોજગાર વિનિયમ કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર મેળાનું પણ આયોજન કરાયું, જેમાં વિવિધ ક્ષેત્રે સ્વરોજગારી અપનાવનાર મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

મહિલાઓ માટે સ્વરોજગારીના અનેક અવસર ઉભા થાય તે હેતુસર મેળામાં હસ્તકલા, ઘરગથ્થુ ઉત્પાદન, સિલાઈ, કઢાઈ, ખાદ્ય ઉત્પાદનો, સૌંદર્ય પ્રસાધન સહિતના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ સ્ટોલ પર સ્થાનિક તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓએ પોતપોતાના ઉત્પાદનનું પ્રદર્શન અને વેચાણ કર્યું, જેથી તેઓને સીધી આવક પ્રાપ્ત થઈ શકે.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જિલ્લા મહિલા અધિકારીશ્રીએ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સરકાર ચલાવી રહેલી યોજનાઓ જેવી કે મહિલા સ્વરોજગાર યોજના, મુદ્રા લોન યોજના, મહિલા હેલ્પલાઇન 181, તેમજ કૌશલ્ય વિકાસ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી. તેમણે મહિલાઓને પોતાના હુનરને વ્યવસાયમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ અવસરે કોલેજની પ્રિન્સિપાલશ્રીએ મહિલા શિક્ષણ અને સ્વાવલંબનની મહત્વતા પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીનીઓને સમાજમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી. કાર્યક્રમમાં સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોએ પોતાની સફળતાની કહાની વહેંચી, જેથી અન્ય મહિલાઓને પ્રેરણા મળી.

આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, વિદ્યાર્થીનીઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી. મહિલા સ્વાવલંબન દિવસના આ આયોજનથી મહિલાઓમાં સ્વરોજગારી પ્રત્યે નવા ઉમંગ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande