પોરબંદર, 5 ઓગસ્ટ (હિ.સ.)બરડા ડુંગર આદિવાસી માલધારી વિકાસ ટ્રસ્ટ દ્રારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમનું આયોજન તા. 9-8-25 શનિવારે સવારે 10:30 વાગ્યે સાતવીરડા નેશ, ખાતે રાખવામાં આવેલ છે. અને ત્યારબાદ બપોરે 12 વાગ્યાથી ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. રાણા બરડો ને જામ બરડો નેશ, ચારણ, રબારી, ભરવાડ, આદિવાસી, માલધારીઓને અપીલ કરવામાં આવી છે કે આ કાર્યક્રમમાં તમામ નેસના માલધારી ઉંટ સાથે ઓરીજનલ પહેરવેશમાં સાતવીરડા નેશ ખાતે ઉપસ્થિત રહેવા તેમજ તમામ રબારી, ચારણ, ભરવાડ, આદિવાસીઓને ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.સંસ્થાના પ્રમુખ વેજાભાઇ ગુરગટીયા કોઠાવારા નેશ, ઉપ પ્રમુખ પુંજાભાઈ ગુરગટીયા સાતવીરડા નેશ, તા.પં.સદસ્ય ભદુભાઇ ગુરગટીયા સાતવીરડા નેશ, દ્વારા સર્વે માલધારીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya