SMC પાર્ટી પ્લોટ ખાતે, પર્યાવરણ સુરક્ષાની થીમ પર ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાશે
સુરત, 5 ઓગસ્ટ (હિ.સ.)-શહેરમાં તા.9મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસણી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આદિજાતિ સંસ્કૃતિને જીવંત રાખવાના હેતુસહ ચૌધરી, ગામિત, વસાવા, ઢોડિયા, કોકણી, હળપતિ, બરોડિયા, મીણા અને રાઠવા સહિતના વિવિધ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા શહેરના અઠ
SMC પાર્ટી પ્લોટ ખાતે, પર્યાવરણ સુરક્ષાની થીમ પર ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાશે


સુરત, 5 ઓગસ્ટ (હિ.સ.)-શહેરમાં તા.9મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસણી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આદિજાતિ સંસ્કૃતિને જીવંત રાખવાના હેતુસહ ચૌધરી, ગામિત, વસાવા, ઢોડિયા, કોકણી, હળપતિ, બરોડિયા, મીણા અને રાઠવા સહિતના વિવિધ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા શહેરના અઠવાલાઇન્સથી SMC પાર્ટી પ્લોટ સુધી ભવ્ય રેલી યોજાશે.

સૌ પ્રથમ માન દરવાજા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી, રેલીનું પ્રસ્થાન કરાવાશે. આ રેલીનું મુખ્ય થીમ પર્યાવરણ જાળવણી છે. નો પ્લાસ્ટીકનો સંદેેશ આપવામાં આવશે. પારંપારિક પહેરવેશ અને લોકગીતો સાથે પ્રાચીન વાજિંત્રોની ઝલક જોવા મળશે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે SMC પાર્ટી પ્લોટ ખાતે આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિની પૂજા કરી, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથે પારંપરિક ખાણી પીણીની વ્યવસ્થા પણ કરાશે. જેમાં લોકોને મોટી સંખ્યામાં ભાગ લેવા સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande