ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) તાલાળા તાલુકાના આકોલવાડી ગીર ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું તેમા ગામના પ્રગતીસિલ ખેડૂત અને ચર્ચા મંડળના પ્રમુખ છગનભાઈ સાવલિયાના ઉપસ્થિતમાં, ગુજરાત ગ્રીન રિવોલ્યુશનના નાનજીભાઈ ડાભી અને નેટાફિસ ઇન્ડિયા લિમિટેડના મયુરભાઈ માડમ દ્વારા ફાર્મસ ફિલ્ડ દિવસનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં આંકોલવાડી ગામના ખેડૂત ભાઈઓએ હાજરી આપેલ હતી, જે અંતર્ગત જીજી આરસીના પ્રતિનિધિ નાગજીભાઈ ડાભી દ્વારા સૂક્ષમ સિચાઈ પદ્ધતિ તથા ફાયદા પાણીની બચત વીજળી બચત ચાલુ કાપણી હોય ત્યારે પણ આપી શકાય નિંદામણ ઓછું થાય રોગ જીવા નિયંત્રણ થાય અને ઉત્પાદનમાં વધારો થાય તો વાવેતર વિસ્તાર વધારી શકાય સારવાળી જમીનમાં ડીપ દ્વારા વાવેતર કરી શકાય જમીનમાં ફળદ્રુપતા જાળવી શકાય ઈરીગેશન દ્વારા રાસાયણિક ખાતરો આપી શકાય આવા ખેડૂત લગતી ફાયદાઓ વિસ્તૃત માહિતી અપાય હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ