પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આર.જી. ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નો સ્ટાફ હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
બાતમીના આધારે બોરતવાડા ગામે રેડ કરીને પોલીસે ગંજીપાનાથી જુગાર રમતા 12 શખ્સોને પકડી પાડ્યા હતા. આ દરમિયાન રૂ. 1,20,000નો જુગાર મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ આરોપીઓમાં માનસંગભાઈ, તુષારભાઈ, વિપુલભાઈ, કરણભાઈ, લક્ષ્મણપુરી, નટુભાઈ, પ્રકાશભાઈ, મોઘજીભાઈ, દિનેશજી વિરચંદજી, દિનેશજી જુગાજી, વિક્રમજી અને કિરણભાઈનો સમાવેશ થાય છે. હારીજ પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર