પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.)મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ –2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાયદાકીય જાગૃતિ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી. ટાઢાણી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ – 2005 વિશે આ કાયદા વિશે સેક્શન મુજબ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ચુપ્પી તોડો સોર્ટ ફિલ્મ આ કાર્યક્રમમાં બતાવામાં આવી હતી તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કેશ વર્કર કિરણબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર બહેનોને મળતી સહાય તેમજ સેન્ટરની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.
181 મહિલા હેલ્પલાઈનના કાઉસેલર દાફડા અંજનાબેન દ્વારા મહિલા હેલ્પલાઈન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સેમિનારમાં મોબાઈલની એન્ડ્રોઈડ એપ્લિકેશન તેમજ POCSO એક્ટ ,સાયબર ફ્રોડ, મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના કર્મચારીઓ ચિરાગભાઈ, સૌરભભાઈ, પ્રિયાબેન દ્વારા કરવામા આવ્યું હતું અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવના આચાર્ય તથા કોલેજના અધ્યાપકો, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકનો તમામ સ્ટાફ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya