કુતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થવાથી ઘવાયેલા યુવકનું મોત
જામનગર, 6 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર-ખંભાળિયા રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્કૂટર ચાલકના આડે કૂતરું ઉતરતા 33 વર્ષના યુવાનનું હોસ્પિટલના બીછાને મોત થયું છે. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર જા
મોત


જામનગર, 6 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર-ખંભાળિયા રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્કૂટર ચાલકના આડે કૂતરું ઉતરતા 33 વર્ષના યુવાનનું હોસ્પિટલના બીછાને મોત થયું છે. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે માધવબાગ-1માં મહાદેવના મંદિર પાસે રહેતા ભરતભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.33) નામનો યુવાન ગત તારીખ 4-7-2025 ના રોજ પોતાનું જીજે-10-CC-4826 નંબરનું સ્કુટી લઈને ખંભાળિયા જામનગર હાઇવે પર દિલ્હી પબ્લિક સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેઓના આદ્ય પુત્ર ઉતરતા ભરતભાઈએ સ્કુટી ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને તેઓનું સ્કુટી સ્લીપ થયું હતું.

અકસ્માત સર્જાતા ભરતભાઈ રોડ પર ફંગોળાયા હતા અને તેઓને માથાના ભાગમાં એવરેજ સહિતની ઈજા થતા તેઓને સારવાર માટે રાજકોટની સિનરજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગઈકાલે તેઓએ હોસ્પિટલના બીજાને આખરી શ્વાસ ખેંચ્યા હતા.

આ બનાવ અંગે હિતેશભાઈ હીરાભાઈ પરમાર નામના યુવાને પોલીસને જાણ કરતા સિક્કા પોલીસ મથકનો સ્ટાફ સિનરજી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. હોસ્પિટલ પહોંચી પહોંચી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરાવી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande