વડાવલીમા ચાર સભ્યોએ ઝેર પી આત્મહત્યાના કેસમા ચાણસ્મા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ
પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ચાર સભ્યોમાં પ્રિયાબેન, તેમના પતિ વિમલભાઈ, સસરા બળદેવભાઈ અને સાસુ કમુબેનનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ તમામને પ્રથ
વડાવલીમા ચાર સભ્યોએ ઝેર પી આત્મહત્યાના કેસમા ચાણસ્મા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ


પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ચાર સભ્યોમાં પ્રિયાબેન, તેમના પતિ વિમલભાઈ, સસરા બળદેવભાઈ અને સાસુ કમુબેનનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ તમામને પ્રથમ ચાણસ્મા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલમાં તેઓ સારવાર હેઠળ છે.

આ બનાવ અંગે ચાણસ્મા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 19 વર્ષીય પ્રિયાબેન નારાયણસિંહ પરમારે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આરોપી વદનસિંહ વાઘેલા (ગામ: વાઘેલ, તા. હારીજ), પ્રવિણસિંહ મુળસિંહ ઝાલા અને ભાવસિંહ રતનસિંહ ઝાલા (બંને ગામ: સુણસર, તા. ચાણસ્મા)એ તેમને અને તેમના પરિવારને આત્મહત્યાની દિશામાં ધકેલ્યા છે.

પ્રિયાબેન મુજબ, 25 દિવસ પહેલા તેમણે વિમલભાઈ બળદેવભાઈ રાવળ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને લગ્ન બાદ વડાવલી ગામમાં રહેતા હતા. આરોપી વદનસિંહ વાઘેલાએ વારંવાર તેમના સસરા બળદેવભાઈને ફોન કરી તેમને દબાણમાં લેવા પ્રયત્ન કર્યો હતો કે પ્રિયાબેનને પિયર મોકલી આપો.

આ સિવાય, વદનસિંહના કહ્યા મુજબ આરોપી પ્રવિણસિંહ અને ભાવસિંહ ઝાલા પ્રિયાબેનના ઘરે આવી ધમકી આપી કે જો તેઓ પુત્રીને પરત નહીં મોકલે તો આખા પરિવારને જીવી ન છોડી. આ સતત ધમકી અને માનસિક તાણથી કંટાળીને, ગઈકાલે બપોરે આશરે દોઢ વાગ્યે પરિવારના ચારેય સભ્યોએ ઝેરી દવા પી લેવાની ક્રૂર પગલું ભર્યું. ઉલટીઓ શરૂ થતાં હાહાકાર મચી ગયો અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ તેમના જીવ બચાવવા પ્રયાસો ચાલી રહ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande