જામનગર, 6 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓ સહિતના ખાદ્ય પદાર્થો આરોગ્યને હાનિકારક વહેંચાણ ન થાય તે માટે મનાપાની આરોગ્ય વિભાગની ફૂડ શાખાની ફૂડ સેફટી અધિકારીની ટીમે આજે જુના રેલવે સ્ટેશન પાસે આવેલા ઇન્ડિયા સ્વીટ માર્ટ સહિતની ફરસાણની દુકાનો રેસ્ટોરન્ટોમાં ચેકિંગ હાથ ધરેલ હતું.
ચેકિંગ દરમ્યાન ફૂડ સેફટી અધિકારી દ્રારા કેટલાક ખાદ્ય પદાર્થોના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા તેમજ સ્વચ્છતા જાણવા પણ સુચાનો આપવામાં આવી હતી. ફૂડ શાખાની ટીમે સતત ચેકિંગની કાર્યવાહીથી ભેળસેલ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT