પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને, સાંડેસર પાટીના ખેડૂતોની શુભેચ્છા મુલાકાત
પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)સાંડેસર પાટીના રહીશો અને ખેડૂતોના પ્રતિનિધિ મંડળે પાટણ નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પાટણ શહેરના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિ મં
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને સાંડેસર પાટીના ખેડૂતોની શુભેચ્છા મુલાકાત


પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)સાંડેસર પાટીના રહીશો અને ખેડૂતોના પ્રતિનિધિ મંડળે પાટણ નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પાટણ શહેરના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પ્રતિનિધિ મંડળે નગરપાલિકાને સેવાભાવી સંસ્થા તરીકે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે નાગરિકોને આશ્વાસન આપ્યું કે, પ્રજાની સુખાકારી માટેની કામગીરી કોઈ પણ પ્રકારની શેહશરમ વિના કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, નાગરિકોને યોગ્ય સુવિધાઓ આપવા નગરપાલિકા પ્રતિબદ્ધ છે. વિના સહકાર નહીં ઉદ્ધારના સિદ્ધાંત સાથે, બંને પક્ષોએ શહેરના વિકાસ માટે સહયોગથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande