નવી દિલ્હી 06 ઓગસ્ટ (હિ.સ.) વૈશ્વિક સાયબર છેતરપિંડીના કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ
રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બુધવારે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને દેહરાદૂન માં 11 સ્થળોએ દરોડા પાડ્યા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” (ઇડી) વૈશ્વિક સાયબર
છેતરપિંડી ગેંગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે રાજધાની દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને
દેહરાદૂન માં સ્થિત 11 સ્થળોએ, સર્ચ
ઓપરેશન ચલાવી રહ્યું છે. સીબીઆઈ અને દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે, કેન્દ્રીય તપાસ
એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ) હેઠળ તપાસ કરી રહી છે.”
સૂત્રોએ જણાવ્યું હતું કે,” આ ગેંગે ભારતીય અને વિદેશી
નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.”
તપાસમાં જાણવા મળ્યું છે કે,”
આરોપીઓએ અનેક ક્રિપ્ટો-વોલેટમાં બિટકોઈનના રૂપમાં 260 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.જેને બાદમાં
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)
માં અનેક હવાલા
ઓપરેટરો/વ્યક્તિઓ દ્વારા યુએસડીટીમાં રૂપાંતરિત કરીને રોકડમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા.”
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ