સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના મોટાવરાછા ખાતે રહેતા વૃદ્ધા સાથે તેમના સગા ભાઈ એ ભત્રીજાએ ભેગા મળી લાખો રૂપિયાનો ચુનો ચોપડી છેતરપિંડી કરો હોવાનો બનાવ સામે આવ્યો છે.પોતે બહુજ તકલીફમાં છે અને મરી જવાનો વારો આવશે.વિગેરે વાતો કરી વૃદ્ધા પાસેથી પરત આપવાના વાયદો કરી રૂ.16.95 લાખની કિતમના ઘરેણાં લઇ ગયા બાદ પરત આપવાને બદલે છેતરપિંડી કરી હતી. જેથી આ સમગ્ર મામલો ઉત્રાણ પોલીસમાં પહોંચ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટાવરાછા,સુદામા ચોક ખાતે આવેલ સાઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા 60 વર્ષીય શારદાબેન જેઠાભાઈ વેગડ નાઓ પોતાના સગા ભાઈ ભત્રીજાની મદદ કરીને છેતરપિંડીના ભોગ બન્યા છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે રાજકોટ ધોરાજી ખાતે રહેતા તેમનાં સગા ભાઈ રાજેશ કરશન શિરોયા અને ભત્રીજા અક્ષય રાજેશ શિરોયા નાઓએ ગત તારીખ 27.7.2025થી 2.8.2025 ના સમયગાળામાં શારદાબેનને મળ્યા હતા. અને ભાઈ રાજેશે કહ્યું હતું કે મારે થોડા સમય માટે પૈસાની જરૂર છે, મને પૈસા આપ નહીતર અમારે મરવાનો વારો છે.તેવી વાતો કરતા શારદાબેન પોતાના સગા ભાઈને અને ભત્રીજાની સ્થિતિ જોઈને દયા આવી હતી.અને તેમની મદદ કરવાના આશયથી તેમને પોતાની પાસેથી સોનાની બુટ્ટી નંગ-2, સોનાની બંગડી નંગ-2 મોટો સોનાનો હાર નંગ 1 સહિતના અલગ અલગ પ્રકારના સોનાના ઘરેણાં તેમજ રોકડા રૂ.50 હજાર મળી કુલ્લે 16.95 લાખની મત આપી હતી. ત્યાર બાદ ઠગબાજ પિતા પુત્રએ તમામ ઘરેણા અને પૈસા થોડા સમયમાં પરત આપી દેવાનો વાયદો કર્યો હતો. જોકે સમય વીતતા બાદ આરોપી પિતા પુત્ર ફરી ગયા હતા. અને તેમના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. તેમજ ઘરેણાં કે પૈસા પરત નહિ આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. જેથી આખરે શારદાબેન દવારા પોતાના સગાભાઇ રાજેશ શિરોયા અને ભત્રીજા અક્ષય વિરુદ્ધ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી. પોલીસે બને વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે