તારંગા ગામના ખેતરમાં મળ્યો વિશાળકાય અજગર, પાળેલા શ્વાનનું કરેલું હત્યાકાંડ પછી રેસ્ક્યુ કરાયો
મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા તાલુકાના તારંગા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં વિશાળકાય અજગર દેખાતાં ચકચાર મચી ગઈ હતી. ખેતરમાં મજૂરો રહેતા હોવાથી અને તેમની સુરક્ષા માટે ખેડૂત ભુપેન્દ્રસિંહ ક્ષત્રસિંહે વન વિભાગને તાત્કાલિક જાણ કરી. અજગરે ખેતરમાં રહી ર
તારંગા ગામના ખેતરમાં મળ્યો વિશાળકાય અજગર, પાળેલા શ્વાનનું કરેલું હત્યાકાંડ પછી રેસ્ક્યુ કરાયો


તારંગા ગામના ખેતરમાં મળ્યો વિશાળકાય અજગર, પાળેલા શ્વાનનું કરેલું હત્યાકાંડ પછી રેસ્ક્યુ કરાયો


મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા તાલુકાના તારંગા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં વિશાળકાય અજગર દેખાતાં ચકચાર મચી ગઈ હતી. ખેતરમાં મજૂરો રહેતા હોવાથી અને તેમની સુરક્ષા માટે ખેડૂત ભુપેન્દ્રસિંહ ક્ષત્રસિંહે વન વિભાગને તાત્કાલિક જાણ કરી.

અજગરે ખેતરમાં રહી રહેલા પાળેલા બે કુતરા પૈકી એકનું મારણ કર્યું હતું. ત્રણ દિવસ સુધી એ કૂતરાને મારીને તેની પાસે પડ્યો હતો. જ્યારે જાણકારી મળી ત્યારે સદભાવના ફાઉન્ડેશનના મૌલેશ દવે અને તેમની ટીમ વન વિભાગની સાથે ઘટનાસ્થળે પહોંચી.

અજગરનું વજન બહુ વધી ગયું હતું, જેના કારણે તેને પકડવામાં ઘણી મુશ્કેલી પડી. જોકે ભારે જહેમત બાદ મૌલેશ દવે, ચિરાગ શાહ, જીતુભાઈ જોશી, દિશાંત સથવારા અને વનરાજસિંહની ટીમે રેસ્ક્યુ સફળતાપૂર્વક કર્યું અને તેને તારણ ધારણ માતાના જંગલ વિસ્તારમાં કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande