ગીર સોમનાથ એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા ઈચ્છુક ઉમેદવારો જોગ
ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) સરકાર દ્વારા ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ ૨૦૨૫-૨૬થી ચાલુ કરવામાં આવેલી છે. જેમાં કોઈ પણ પ્રાઈવેટ સર્વેયર કામ કરી શકે છે. આ સર્વેય
ગીર સોમનાથ એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા ઈચ્છુક ઉમેદવારો જોગ


ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) સરકાર દ્વારા ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ ૨૦૨૫-૨૬થી ચાલુ કરવામાં આવેલી છે. જેમાં કોઈ પણ પ્રાઈવેટ સર્વેયર કામ કરી શકે છે.

આ સર્વેયર્સે ગામના સર્વે નંબર દીઠ વાવેલ પાકનું સરકારશ્રી દ્વારા વિકસાવેલ મોબાઈલ એપમાં રેકોર્ડ કરવાના થાય છે. આ કામગીરીમાં રેકર્ડ થયેલ સર્વે દીઠ મહેનતાણું સરકારશ્રી દ્વારા નિયત કરેલ દરે ચૂકવવામાં આવે છે.

આ યોજનાની ખરીફ ૨૦૨૫-૨૬ની કામગીરી કરવા માટે મોબાઈલ અને ટેકનોલોજીથી પરીચિત ઇચ્છૂક યુવાનો વ્યક્તિઓ તા.૧૧ ઓગસ્ટ સુધીમાં નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)-ગીર સોમનાથની કચેરી, શ્રીનાથજી સોસાયટી, પાણીના ટાંકાની પાસે હોન્ડાના શો-રૂમની પાછળનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ૦૨૮૭૬-૨૪૦૭૦૦ પર ટેલિફોનિક સંપર્ક કરવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande