ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઈણાજ ખાતે ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરાઈ ખેતીમાં અગ્રેસર મહિલા ખેડૂતોનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
Gujarat, 6 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧થી ૦૮ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી નારી વંદન ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત ઈણાજ ખાતે ‘મહિલા
જિલ્લા પંચાયત ઈણાજ ખાતે ‘


Gujarat, 6 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ

જિલ્લામાં તા.૦૧થી ૦૮ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી નારી વંદન ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત ઈણાજ ખાતે ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલબેન રાઠોડે જણાવ્યું હતું કે, નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન સપ્તાહ અંતર્ગત યોજાતા કાર્યક્રમોમાં મહિલા અને યુવતીઓને સહભાગી બનાવવામાં આવે છે. આમ કહી તેમણે મહિલા સશક્તીકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યને અનુલક્ષીને ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને પ્રેરક ઉદબોધન આપ્યું હતું.

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં મહિલા સશક્તિકરણનું કામ સશક્ત બનાવવામાં આવ્યું છે. આજની નારી હવે અવકાશ તરફ ડગ માંડતી થઈ છે. જમીનથી લઈને અવકાશના તમામ ક્ષેત્રોમાં મહિલા પુરુષ સમોવડી બની રહી છે. સરકારી ક્ષેત્રોમાં પણ આઈ.સી.ડી.એસ. મુખ્ય સેવિકાબહેન, આંગણવાડી વર્કર, શિક્ષકો, પોલીસ વિભાગમાં મહિલાઓની ભાગીદારી વધુને વધુ જોવા મળે છે. આવી જ રીતે મહિલાઓ તમામ ક્ષેત્રમાં આગળ વધતી રહે તેવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી.

આઈ.સી.ડી.એસના શ્રી હીરાબહેન રાજશાખા દ્વારા આઈ.સી.ડી.એસ. વિભાગમાં ચાલી રહેલી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી અને આજના સમયમાં મહિલાઓ સ્વમાનભેર જીવી શકે અને સાંપ્રત સમયમાં પોતાના સ્વબળે સમાજમાં માનભેર આગળ વધી અને નેતૃત્વને આગળ ધપાવી શકે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મનિષાબહેન દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઈન કઈ રીતે કામ કરે છે તે અંગે વિગતવાર માહિતી તેમજ ઉપસ્થિત સર્વેને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી હસ્તક કાર્યરત વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યો સાથે તેમજ પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિશે અને લીડરશીપ અંગે સંવાદ સાધવામાં આવ્યો હતો. તેમજ તેમને મોમેન્ટો આપવામાં આવ્યાં હતાં.

મહિલાઓને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા માટે તેમજ ખેતીમાં અગ્રેસર મહિલા ખેડૂતોનો ઉત્સાહ વધારવા માટે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા દ્વારા મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સખી વન સ્ટોપ સેન્ટરના રસીલાબહેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી, આંગણવાડી, મહિલા અને બાળ અધિકારીની કચેરી, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande