ગીર સોમનાથ રામપરા પ્રાથમિક શાળામાં બહેનોની તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા યોજાઈ ૨૫ જેટલી શાળાઓના ૩૫૦ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં શાળાકીય એસ.જી.એફ.આઈ ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મ
પ્રાથમિક શાળામાં બહેનોની


ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં શાળાકીય એસ.જી.એફ.આઈ ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રામપરા પ્રાથમિક શાળામાં બહેનોની તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાની શરૂઆત કરાવવામાં આવી હતી. આ તકે ૨૫ જેટલી શાળાઓના ૩૫૦ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રામપરાના બાળકોને એથ્લેટિક્સ સ્પર્ધા જોઈને અલગ-અલગ રમતો વિશે સમજણ આપવામાં આવી હતી. એથ્લેટિક્સની રમત જોઈ વિદ્યાર્થીઓએ પણ પ્રેરણા મેળવી હતી.

વેરાવળ તાલુકાના ગામમાં છેવાડાના ગામમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે પાર પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ શાળાના શિક્ષક શ્રી હિતેશભાઇ તથા ખેલ સહાયક ભરતભાઈ તથા સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

આ એથ્લેટિક સ્પર્ધામાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નંદાણીયા હરદાસભાઇ, કેળવણી નિરીક્ષક. વિરમભાઇ, જિલ્લા સંઘના પ્રમુખ અનિલભાઈ પંપાણીયા, અંબુજા પ્રતિનિધિ ધર્મેન્દ્રભાઈ કોટડીયા તથા કન્વીનર કવીબહેન તથા સરપંચ, એસએમસી અધ્યક્ષ તથા સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande