તાલાળાના ઘુસીયા ગીર ગામની હાઈસ્કૂલમાં, દોડ.કુદ ફેક સ્પર્ધા યોજાય
ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) તાલાળા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત જિલ્લા અધિકારી કચેરી દ્વારા સંયુક્ત રીતે આયોજિત 69 માં અખિલ ભારતીય શાળાકીય રમતોમાં તાલાળા તાલુકાના કક્ષાની એથેલિટિક સ્પર્ધા આજે તાલાલા તાલુકાનાં ના ઘુસિયા ગીર ગામે આવેલ ડીએમ બારડ
તાલાળાના ઘુસીયા ગીર ગામની હાઈસ્કૂલમાં, દોડ.કુદ ફેક સ્પર્ધા યોજાય


ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) તાલાળા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત જિલ્લા અધિકારી કચેરી દ્વારા સંયુક્ત રીતે આયોજિત 69 માં અખિલ ભારતીય શાળાકીય રમતોમાં તાલાળા તાલુકાના કક્ષાની એથેલિટિક સ્પર્ધા આજે તાલાલા તાલુકાનાં ના ઘુસિયા ગીર ગામે આવેલ ડીએમ બારડ શૈક્ષણિક સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાઈ હતી જેમાં અંદર 14 અંડર 17 અંડર 19 માં તાલુકાની વિવિધ શાળાઓમાં 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો,

તેમાં દોડ.કુદ અને ફેક જેવી અલગ અલગ રમતોમાં વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય દાખવયુ હતૂ રમોત્સવને સ્કૂલના આચાર્ય કેવી રામ અવનીબેન જગદીશભાઈ સહિતના મહેમાનોએ દીપ પ્રાગટ્યકરી રમોત્સવનું પ્રારંભ કરાવ્યો હતો.

આજની વિવિધ સ્પર્ધાઓમાં અલગ અલગ કેટેગરીમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેવા આગળ જશે આ તાલુકા કક્ષાના રમોત્સવમાં કન્વીનર યૂ આર બારડ સહીત તાલુકાની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોએ સુંદર આયોજન નું સંકલન કરી આયોજન સફળ બનાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande