મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.): ભારત સરકાર તથા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025 સુધી મહેસાણા જિલ્લામાં “હર ઘર તિરંગા , હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના પ્રેરવામાં આવી રહી છે અને મહેસાણા જિલ્લામાં પણ એ જ ભાવના સાથે ત્રિઅપર્તી કાર્યક્રમો યોજાશે.
2 થી 12 ઓગસ્ટ દરમિયાન શાળા સ્તરે સ્પર્ધાઓ અને તિરંગાયાત્રા
પ્રથમ તબક્કામાં 2 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન શાળાઓમાં તિરંગા, રંગોળી અને રાખડી સ્પર્ધા, ઓપરેશન સિંદુર અંતર્ગત પોસ્ટકાર્ડ અભિવ્યક્તિ, તિરંગા ક્વિઝ અને દિવાલ ચિત્ર સ્પર્ધાનું આયોજન છે. બીજા તબક્કામાં 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી સફાઈ અભિયાન, શિસ્ત-સલામતી કાર્યક્રમો તથા વિવિધ કક્ષાએ તિરંગાયાત્રા યોજાશે.
13 થી 15 ઓગસ્ટ: ધ્વજવંદન અને તિરંગા સાથે સેલ્ફી અભિયાન
તૃતીય તબક્કામાં 13 થી 15 ઓગસ્ટ દરમિયાન નાગરિકોએ તિરંગા સાથે સેલ્ફી લઇને www.harghartiranga.com પર અપલોડ કરવાની અપીલ છે. ગામ પંચાયતો અને શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો પણ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમમાં વધુથી વધુ લોકો જોડાય એ માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR