જામનગર, 6 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ હાપા યાર્ડ, શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પર્વને લઈ આગામી તા.13 ઓગસ્ટથી તા.19 ઓગસ્ટ સુધી કામકાજ બંધ રહશે.
વેપારી એસોસિએશનની માંગણી મુજબ જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે હાપા યાર્ડનું હરરાજી તેમજ જણસી ઓની આવકનું કામકાજ તા.13/8/25 થી તા.19/8/25 સુધી બંધ રહેશ. તા 20/8/25 થી રાબેતા મુજબ ચાલુ થશે તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT