સંસ્કૃત સપ્તાહ અંતર્ગત, ૬ ઓગસ્ટ ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે: સરકારી ગર્લ્સ હાઇસ્કુલથી ગૌરવ યાત્રા શરૂ થઈને બહાઉદીન કોલેજ ખાતે પૂર્ણ થશે
જૂનાગઢ, 6 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને મહત્વ પ્રદાન કરવા તમામ શાળાઓમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, અને સંવર્ધન તેમજ પ્રસાર પ્રચાર થાય તેવા હેતુ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ ગાંધીનગર દ્વારા, તા.૬ થી ૮ ઓગસ્
સંસ્કૃત સપ્તાહ અંતર્ગત, ૬ ઓગસ્ટ ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે: સરકારી ગર્લ્સ હાઇસ્કુલથી ગૌરવ યાત્રા શરૂ થઈને બહાઉદીન કોલેજ ખાતે પૂર્ણ થશે


જૂનાગઢ, 6 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને મહત્વ પ્રદાન કરવા તમામ શાળાઓમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, અને સંવર્ધન તેમજ પ્રસાર પ્રચાર થાય તેવા હેતુ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ ગાંધીનગર દ્વારા, તા.૬ થી ૮ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.જેમાં પ્રથમ દિવસે તા ૬ ઓગસ્ટના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રુટ સરકારી ગર્લ્સ હાઇસ્કુલ જૂનાગઢ થી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડ અને બહાઉદીન કોલેજ જૂનાગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે. જૂનાગઢમાં સંસ્કૃત ગૌરવ યાત્રા આવતી કાલે તા. ૬ ઓગસ્ટના સવારે ૯ વાગ્યે સરકારી ગર્લ્સ હાઇસ્કુલ જૂનાગઢથી પ્રસ્થાન કરશે.

આ ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા, સ્તોત્ર ગાન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૭/૦૮/૨૦૨૫ ના રોજ સંસ્કૃત સંભાષણદિન અને તા. ૮/૦૮/૨૦૨૫ ના રોજ સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરવામાં આવશે.

સંસ્કૃતના ગૈારવમય ઉત્સવમાં જૂનાગઢ જિલ્લાના નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande