જૂનાગઢ જિલ્લાના નરેડી -બોડકા- પીપલાણા -સારંગ પીપળી રોડ પર, તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે
જૂનાગઢ 6 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના નરેડી – બોડકા- પીપલાણા - સારંગપીપળી રોડ પર ડામર કામ તથા સીસી રોડની કામગીરી હાલ ચાલુ છે. જેથી સલામતી ભારે વાહનો માટે રસ્તો બંધ કરવા જૂનાગઢ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આ
જૂનાગઢ જિલ્લાના નરેડી -બોડકા- પીપલાણા -સારંગ પીપળી રોડ પર, તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે


જૂનાગઢ 6 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના નરેડી – બોડકા- પીપલાણા - સારંગપીપળી રોડ પર ડામર કામ તથા સીસી રોડની કામગીરી હાલ ચાલુ છે. જેથી સલામતી ભારે વાહનો માટે રસ્તો બંધ કરવા જૂનાગઢ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના નરેડી – બોડકા- પીપલાણા - સારંગપીપળી રોડ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે. ઉકત રસ્તો બંધ થવાથી નીચે વૈકલ્પિક રસ્તા તરીકે બોડકા ગામ જવા નરેડી - ગડવાવ – કતકપરા - બોડકા, પીપલાણા ગામ જવા નરેડી - ગડવાવ - સારંગપીપળી - પીપલાણા, નાવડા ગામ જવા નરેડી ગામમાં થઈને નાવડા જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૧/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande