NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંઘ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે
ગાંધીનગર, 6 ઓગસ્ટ (હિ.સ.) : મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન – NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંઘે ગાંધીનગરમાં લીધી હતી. ગુજરાત રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય છે તે સંદર્ભમાં
एनटीपीसी के चेयरमैन और एमडी गुरदीप सिंह


एनटीपीसी के चेयरमैन और एमडी गुरदीप सिंह


ગાંધીનગર, 6 ઓગસ્ટ (હિ.સ.) : મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન – NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંઘે ગાંધીનગરમાં લીધી હતી.

ગુજરાત રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં NTPCના ચેરમેનએ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, ન્યુકિલિયર અને પમ્પ્ડ સ્ટોરેજ સહિતના ક્ષેત્રે NTPC અને ગુજરાત વચ્ચે પરસ્પર હિતના પ્રોજેક્ટ્સમાં રહેલી સહયોગની તકો વિસ્તારવા અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા.

મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં NTPCની સબસિડિયરી NTPC ગ્રીન એનર્જી લીમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સરિત મહેશ્વર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande