ગાંધીનગર, 6 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પેરિસ પેરા ઓલિમ્પિક-2024ના જેવેલિન થ્રો ગોલ્ડ મેડલ વિજેતા નવદીપ સિંહે રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે નવદીપ સિંહના કોચ સુનિલ તંવર તેમજ બનાસકાંઠાના પેરા અથલેટ્સ ભાવનાબેન ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ બંન્ને ખેલાડીઓ અને કોચનું સાલ ઓઢાડી સન્માન કરીને ઉત્સાહ વધાર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સિદ્ધિ દ્વારા દેશનું નામ રોશન કરવા બદલ રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવી ઉન્નત ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ