પાટણમાં રક્ષાબંધન માટે રાખડી બજારમાં લોકોનો ઘસારો, અલગ પ્રકારની રાખડીઓનું આકર્ષણ
પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): રક્ષાબંધન પર્વ હવે ગણતરીના દિવસો દૂર છે અને પાટણ શહેરની બજારોમાં રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે ગાઢો બનતો જઈ રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં ઉજવાતા રક્ષાબંધન પર્વને લઈને નગરજનોમાં ઉત્સાહ અને આનંદ છવાયેલો છે. ભારતીય સંસ્કૃતિમાં
પાટણમાં રક્ષાબંધન માટે રાખડી બજારમાં લોકોનો ઘસારો, અલગ પ્રકારની રાખડીઓનું આકર્ષણ


પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): રક્ષાબંધન પર્વ હવે ગણતરીના દિવસો દૂર છે અને પાટણ શહેરની બજારોમાં રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે ગાઢો બનતો જઈ રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં ઉજવાતા રક્ષાબંધન પર્વને લઈને નગરજનોમાં ઉત્સાહ અને આનંદ છવાયેલો છે. ભારતીય સંસ્કૃતિમાં રાખડીનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી તેના દીર્ઘ આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ તેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે.

શહેરના રાખડી બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ થઈ ચૂકી છે. આ વર્ષે ખાસ કરીને રાજસ્થાની, ડાયમંડ, સુખડ અને રુદ્રાક્ષની રાખડીઓ ખૂબ લોકપ્રિય બની છે. બાળકો માટે ટૉમ એન્ડ જેરી, છોટા ભીમ, બેટમેન અને લાઈટીંગવાળી કાર્ટૂન રાખડીઓ પણ વિશેષ આકર્ષણ બન્યાં છે. આ અલગ-અલગ પ્રકારની રાખડીઓ બજારના ખૂણેખાંચે જોવાઈ રહી છે, જેને જોતા ખરીદદારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

રક્ષાબંધનને હવે થોડા દિવસો બાકી છે ત્યારે બહેનો પોતાના ભાઈઓ માટે પસંદગીની રાખડીઓ લેવા માટે બજારમાં ઉમટી પડી છે. પાટણની રાખડી બજારમાં હાલમાં 5 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધીના ભાવમાં રાખડીઓ વેચાઈ રહી છે. ખરીદીનો ધમધમાટ વધતાં વેપારીઓ પણ મોટા પ્રમાણમાં સ્ટોક સાથે તૈયાર છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande