પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.): જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિકારી ધ્રુવલ.સી.સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઈડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઈને મળેલ સંયુક્ત હકિકત આધારે બરડા ડુંગર ઉપલા ગંડીયાવારાનેશથી ઉતરે આશરે દોઢ કી.મી દુર ખોડીયાર માતાજીના ઘુણાવારી ઝરમાં હફિકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા ભાણવડની તાડીવારાનેશમાં રહેતો અમરા લાખાભાઈ મોરીની દેશીદારૂની ભઠ્ઠી મળી આવેલ,જેમાં દેશીદારૂ લીટર 200,દારૂ બનાવવાનો આથો લીટર 200 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.48,500 નો મુદામાલ મળી આવેલ છે,મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુન્હો નોંધવામાં આવેલ છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya