જામનગરના રણજીતનગર બ્રહ્મ સમાજ દ્વારા, સમૂહ યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમનું આયોજન
જામનગર, 6 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના રણજીતનગર વિસ્તારમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેમની ભવ્ય સાંસ્કૃતિક અને વૈદિક પરંપરાને જીવંત રાખવાના ઉમદા આશય સાથે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસની પૂનમના પાવન અવસરે એટલે કે બળેવ (રક્ષાબંધન)ના દિવસ
યજ્ઞોપવિત


જામનગર, 6 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના રણજીતનગર વિસ્તારમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેમની ભવ્ય સાંસ્કૃતિક અને વૈદિક પરંપરાને જીવંત રાખવાના ઉમદા આશય સાથે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસની પૂનમના પાવન અવસરે એટલે કે બળેવ (રક્ષાબંધન)ના દિવસે, સમૂહ યજ્ઞોપવિત બદલવાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક કાર્યક્રમ વિક્રમ સંવત 2080, શ્રાવણ પૂનમ, એટલે કે તારીખ 09 ઓગસ્ટ, 2025 ને શનિવારના રોજ સવારે બરાબર 9:00 કલાકે રણજીતનગરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી હરસિધ્ધિ માતાજી મંદિરના, પવિત્ર પરિસરમાં યોજવામાં આવશે.

રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સુનિલ એચ.ખેતિયા તથા મંત્રી ચિરાગ આર.પંડયાએ એક સંયુક્ત યાદીમાં આ ધાર્મિક કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ દિવસે શાસ્ત્રોક્ત વિધિ મુજબ જૂની જનોઈનું વિસર્જન કરી નવી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવશે.

સમાજમાં એકતા અને સંગઠનની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આયોજિત આ સમૂહ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિસ્તારના તમામ ભૂદેવોને સમયસર ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેથી સૌ સાથે મળીને આ પવિત્ર પરંપરાની ઉજવણી કરી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande