સાલડીનું સ્વયંભૂ શિવધામ: પીંપળેશ્વર મહાદેવ મંદિર
મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના સાલડી ગામે આવેલ શ્રી પીંપળેશ્વર મહાદેવ મંદિર અંદાજે 700 વર્ષ જૂનું છે. પેથાભાઈ પટેલને થયેલા દિવ્ય સ્વપ્ન પછી અહીં શિવલિંગ પ્રગટ થયો હતો. સંવત 1920માં પ્રથમ જીર્ણોધ્ધાર અને બાદમાં ગાયકવાડ રાજાએ ભવ્ય મંદિરનું
સાલડીનું સ્વયંભૂ શિવધામ: પીંપળેશ્વર મહાદેવ મંદિર


સાલડીનું સ્વયંભૂ શિવધામ: પીંપળેશ્વર મહાદેવ મંદિર


સાલડીનું સ્વયંભૂ શિવધામ: પીંપળેશ્વર મહાદેવ મંદિર


મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના સાલડી ગામે આવેલ શ્રી પીંપળેશ્વર મહાદેવ મંદિર અંદાજે 700 વર્ષ જૂનું છે. પેથાભાઈ પટેલને થયેલા દિવ્ય સ્વપ્ન પછી અહીં શિવલિંગ પ્રગટ થયો હતો. સંવત 1920માં પ્રથમ જીર્ણોધ્ધાર અને બાદમાં ગાયકવાડ રાજાએ ભવ્ય મંદિરનું નિર્માણ અને કોટ બાંધાવ્યા હતા. આ મંદિરનો વહીવટ હવે પીંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ સંભાળે છે. શ્રાવણ મહિનાના સોમવારે અહીં હજારો ભક્તો શિવદર્શન માટે ઉમટી પડે છે. ભોજન-પ્રસાદ સહિત અનેક સેવાઓ દાતાઓના સહયોગથી ચાલી રહી છે.

આ મંદિર સાથે આજુબાજુના 40થી વધુ ગામના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. લોકકથાઓ અનુસાર અહીં ગાય દૂધ ઝારી રહી હતી, જ્યાંથી જ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. આજે અહીં શાંતિ, ભક્તિ અને આધ્યાત્મિકતાનું જીવંત કેન્દ્ર ઉભું થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande