સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ, વંદે સોમનાથ કલા મહોત્સવનું ચોથું ચરણ
સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ અને બસ નેટવર્ક, ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ, અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર
કલા અને ભક્તિનો મહાસંગમ


સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ અને બસ નેટવર્ક, ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ, અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. ત્યારે વિશેષ રૂપે શ્રાવણ 2025માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન જપ તપ અને પાઠ કરી મહાદેવને પ્રસન્ન કરવા ભક્તિ કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રભરમાંથી આવનાર કલાકારો પોતાની નૃત્ય આરાધના પ્રસ્તુત કરી રહ્યા છે. આ સુભગ સમન્વયથી સોમનાથમાં સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.

પ્રધાનમંત્રીની દીર્ઘ દ્રષ્ટિથી સોમનાથની સાંસ્કૃતિક પુનઃ સ્થાપના:

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં સદીઓ પહેલાં હજારો નર્તક-નર્તકીઓ દ્વારા પોતાનું નૃત્ય પ્રસ્તુત કરીને કલા અને કલ્યાણના દેવતા નટરાજ સોમનાથ મહાદેવની કલા આરાધના કરવામાં આવતી હતી તે અનેક ગ્રંથો અને લેખોમાં પ્રાપ્ત થાય છે. આ પ્રાચીન કલા આરાધનાની દૈવીય પરંપરા અને ભારતીય નૃત્ય શૈલીઓમાં રહેલ શિવ તત્વને પુનઃઉજાગર કરવાના દિવ્ય સંકલ્પને નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી વંદે સોમનાથ કલા મહોત્સવના અભૂતપૂર્વ આયોજનના સ્વરૂપમાં મૂર્ત સ્વરૂપ મળ્યું છે

શ્રેણીબદ્ધ આયોજનો:

શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે સોમનાથ ટ્રસ્ટ નિર્મિત 3 વિશેષ મંચો પર ગાયન વાદન અને રોશની સાથે વિવિધ ભારતીય નૃત્ય શૈલીના નિપૂણ કલાકારો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભક્તિ અને કલાનું અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)ના સહયોગ સાથે આ આયોજન હેઠળ આ મહોત્સવનું ધ્યેય આદરણીય નરેન્દ્રભાઈ મોદી ના વિઝન મુજબ ભારતના તીર્થો અને મંદિરોના આધ્યાત્મિક ઉપરાંત સાંસ્કૃતિક ગૌરવને પુન: સ્થાપિત કરવાનો છે.

કાર્યક્રમના ચોથા ચરણમાં ઉદયપુર રાજસ્થાનથી કૃષ્ણેન્દુ સહા અને નૃત્યોર્મી સ્કૂલ દ્વારા ઓડિસી નૃત્ય, પુણે મહારાષ્ટ્રના કલાવર્ધિની ડાન્સ કંપની દ્વારા ભરતનાટ્યમ, અમદાવાદના સ્મિતા શાસ્ત્રી નૃત્ય વૃંદ દ્વારા કુચીપુડી, અને દિલ્લીથી લીના માલાકાર વિજ અને ટીમ દ્વારા કથક નૃત્યો પ્રસ્તુત કરી શિવ આરાધના કરવામાં આવી હતી.

કાર્યક્રમનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય સાહેબના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ. તેમજ મહાદેવ સમક્ષ કલા પ્રસ્તુત કરનાર કલાકારોને સોમનાથ મહાદેવનો પ્રસાદ, સ્મૃતિ ચિત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande