સોમનાથ : શ્રાવણ શુક્લ બારસ, તા. ૦૬ ઑગસ્ટ ૨૦૨૫ શ્રાવણ સુદ બારસ પર શ્રી સોમનાથ મહાદેવનો પવિત્રા શ્રૃંગાર
ગીર સોમનાથ, 6 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ સુદ દ્વાદશી પર આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો દિવ્ય પવિત્રા શ્રૃંગાર એક એવું દુર્લભ દૃશ્ય જ્યાં શ્રદ્ધા અને શુદ્ધતા, ભક્તિ અને બ્રહ્મનું અનન્ય સંગમ છે. ‘પવિત્રા’ — રેશમી પવિત્ર માળા, જે માત્ર એક દોરો નથી, પ
સોમનાથ મહાદેવનો પવિત્રા શ્રૃંગાર


ગીર સોમનાથ, 6 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ સુદ દ્વાદશી પર આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો દિવ્ય પવિત્રા શ્રૃંગાર

એક એવું દુર્લભ દૃશ્ય જ્યાં શ્રદ્ધા અને શુદ્ધતા, ભક્તિ અને બ્રહ્મનું અનન્ય સંગમ છે.

‘પવિત્રા’ — રેશમી પવિત્ર માળા, જે માત્ર એક દોરો નથી, પરંતુ ભક્તની આત્મિક શુદ્ધતાનું પ્રતિક છે. આ દિવસે શ્રી સોમનાથ મહાદેવને પવિત્રા અર્પણ કરીને ભક્તજનો પોતાની શ્રાવણ માસની સાધનાનું પાવન સમર્પણ કરે છે.

આ શ્રૃંગાર શાસ્ત્રોમાં વર્ણવાયેલ વૈષ્ણવ-શૈવ એકતાનું પ્રતિક છે, જ્યાં દ્વાદશી જેવી વિષ્ણુપ્રીય તિથિએ ભગવાન શિવને વૈષ્ણવ ભાવથી પૂજવામાં આવે છે.

આજે સોમનાથ મંદિરમાં વૈદિક ઋચાઓ અને મંત્રોચ્ચાર વચ્ચે મહાદેવને પવિત્રા માળાથી અલંકૃત કરવામાં આવ્યા. ચંદન, બિલ્વપત્ર અને રેશમી પવિત્રાના સહારે થયેલું આ શ્રૃંગાર એ ઉપદેશ આપે છે કે ભક્તિનો માર્ગ ઢોંગ નહીં પરંતુ આંતરિક શુદ્ધતાથી પ્રસન્ન થાય છે.

પવિત્રા શ્રૃંગાર આપણને એ શીખવે છે — કે જેમ એક સૂક્ષ્મ તાંતણું ભક્તિની દોરી બની ભગવાન સાથે જોડાય છે, તેમ શુદ્ધ મન, નિષ્કલંક ભાવના અને સંકલ્પથી આપણે જીવનમાં શિવત્વ પ્રાપ્ત કરી શકીએ છીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande