પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.): મહિલા પોલીસ સ્ટેશન કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક_બી.યુ.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ની સુચના અને માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના PI આર.એમ. રાઠોડની સુચના મુજબ પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના ASI એચ.એ.માકડીયા તથા પોલીસ સ્ટાફ સાથે એમ.ઈ.એમ. સ્કુલ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહીલા થી અમલમાં આવનાર નવા તેમજ બાળકોને તા.01/07/2024 1(ભારતીય કાયદાઓ જેમાં ન્યાય સંહિતા (BNS)-2023 ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-2023તથા (ભારતીય સાક્ષ્ય અધિનિયમ(BSA)-2023 વિશે માહિતગાર કર્યા અને આ કાયદામાં ખાસ કરીને મહિલાઓ અને બાળકો સંબંધીત મુખ્ય કાયદાઓ વિશે પણ થયેલ સુધારાઓની વિગતવારની જાણકારી આપવામાં આવી તેમજ સ્પે. પોક્સો એક્ટ-2012 ના કાયદા વિશે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સીટ બેલ્ટ, હેલ્મેટ, સેલફોન, વાહનની ગતી વિગેરે નિયમોની સમજ કરી તેમજ વાહન અકસ્માતે ઈજા પામનાર વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં જે વ્યક્તિ લઈ જાય મદદ કરે તેને સરકારી રાહવીર યોજના રોકડ ઈનામ બાબતે પણ વિગતવાર માહિતી આપવામાં આવેલ.
આ ઉપરાંત સાઈબર ફોડ થાય ત્યારે તુરંત સાઈબર હેલ્પ લાઇન નં.1930 પર સંપર્ક કરવા અને સાયબર ફ્રોડ બાબતે સાવચેતી રાખવા તેમજ જો સોશ્યલ મીડીયામાં કોઈ હેરાન પરેશાન કરે તો સાઈબર ક્રાઈમ રોકવા અંગે શું શું સાવધાની રાખવી તેની માહિત પુરી પાડવામાં આવી તેમજ જો સાયબર ફોડ થાય ત્યારે તુરત જ 1930 હેલ્પલાઈન પર જાણ કરવા તેમજ કોઈ ઈમરજન્સી પોલીસની જરૂયાત ઉભી થાય ત્યારે 112 હેલ્પલાઈન નંબર તથા વિધાર્થીનીઓને 181 હેલ્પલાઈન ઉપર સંપર્ક કરવા સમજ આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya